માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
મોડાસા માર્કેટ યાર્ડમાં ખાનજી ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા અને માર્કેટયાર્ડ વેપારી એસોસીએશનના ઉપપ્રમુખ અબ્દુલ સલામ ખાનજી (46) એ ઝેરી દવા પીને જીવન ટૂંકાવતાં ચકચાર મચી ગઈ હતી. મોડાસા માર્કેટ યાર્ડમાં છેલ્લા ચાર મહિનામાં બે વેપારીઓના આપઘાતથી શોકનો માહોલ છવાયો છે.
મોડાસા યાર્ડમાં વર્ષોથી વેપાર કરતાં અને મોડાસા યાર્ડ વેપારી એસોસીએશનના ઉપપ્રમુખ અબ્દુલ સલામ ખાનજીએ અંગત કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વેપારીએ ઝેરી દવા પીધી હોવાની તેના પરિવારને જાણ થતાં તાત્કાલિક તેમને સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ નાજુક જણાતાં વધુ સારવાર અર્થે તેમને અમદાવાદ ખાતે ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં જ વેપારીનું પ્રાણપંખેરુ ઉડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
અબ્દુલ સલામ ખાનજીના મોતનું કારણ અકબંધ
તેમને અમદાવાદ ખાતે ખસેડાયા હતા. જ્યાં રસ્તામાં જ વેપારીનું પ્રાણપંખેરુ ઉડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું.