માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલ સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી છે. ત્યારે થઇ હાલમાં શિખર અને ઘુમ્મટ બનવવાનું શરૂ કરાયું છે. ત્યારે દિવાળીએ મંદિર તૈયાર થવાની શક્યતા જોવાઇ રહી છે.
અંગેની વિગત એવી છે કે ગુજરાત રાજ્ય સરકારના પ્રવાસન અને યાત્રાધામ બોર્ડ દ્વારા રૂપિયા એક કરોડની ફાળવણી કરતા હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર શરૂ કરવામાં આવ્યો હતો. પ્રથમ મંદિર દૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેઝમેન્ટ કી કામગીરી શરૂ કરવામાં આવી હતી. ધાંગધ્રાના પથ્થરથી આખું મંદિર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજિત એક વર્ષથી વધુ નો સમય થયો છે ત્યારે મંદિરના બેઝમેન્ટ બાદ પથ્થરની દીવાલ અને મંડપ બનાવવામાં આવ્યો હતો. મંદિરના મંડપ બાદ હવે ઉપરના ભાગમાં ત્રણ ઘુમ્મટ અને ગર્ભગૃહ પર શિખરની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારીગરો દ્વારા એક પછી એક પથ્થરોને ઉપર ચઢાવી તેને આખરી ઓપ આપી શિખર બનાવવામાં આવી રહ્યો છે. જોકે મંદિર દિવાળીમાં તૈયાર થઈ જશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.