માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
મોડાસા પાલિકા સત્તાવાળાઓની ઘોર બેદરકારીના કારણે નવજીવન ચોક પાસેથી પસાર થતી યુવતીનો પગ ગટર લાઈનના લોખંડના ઢાંકણની જાળીમાં ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પોણા કલાકની ભારે જહમત બાદ લોખંડ કાપવાના ગ્રાઇન્ડર મશીન વડે ગટર લાઈનના ઢાંકણ લોખંડની પટ્ટી કાપીને માંડ માંડ યુવતીનો ફસાઈ ગયેલો પગ સલામત રીતે બહાર કાઢ્યો હતો.
ગટર લાઈનના લોખંડની જાળીવાળા ઢાંકણમાં અચાનક યુવતીનો ઢીંચણ સુધી પગ ફસાઈ ગયો હતો. અચાનક યુવતીનો પગ ફસાઈ જતા તેણે પગને બહાર કાઢવા ભારે મથામણ કરી હતી અને સ્થાનિકો પણ દોડી આવ્યા હતા પરંતુ લોખંડની જાળીમાં ફસાયેલો પગ બહાર ના આવતા યુવતી ગભરાઈ ગઈ હતી અને રોકકળ શરૂ કરી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક કારીગરને બોલાવીને લોખંડ કાપવાના ગ્રાઈન્ડર મશીનની કટર વડે કાપી બહાર કાઢ્યો હતો. ઘટનાના પગલે લોકો નગરપાલિકાની બેદરકારી સામે આવી હોવાની ફરિયાદ કરી રહ્યા હતા. શેરીજનોનું કહેવું છે કે માલપુર રોડ ઉપર અને મોડાસાના સૂકા બજાર જૂના પોલીસ સ્ટેશન આગળ પણ જાહેર રસ્તા વચ્ચે ગટર લાઈનના ખુલ્લા ઢાંકણ અને પાણીની પાઇપલાઇનના વાલ્વના ઢાંકણ ખુલ્લા હોવાથી અજાણ્યા લોકો ચોમાસાની ઋતુમાં અકસ્માતનો ભોગ બને તે પહેલા નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા ઢાંકણની જરૂરી મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
અચાનક યુવતીનો પગ ફસાઈ જતાં તેણે પગને બહાર કાઢવા ભારે મથામણ કરી હતી અને સ્થાનિકો પણ દોડી આવ્યા હતા પરંતુ લોખંડની જાળીમાં ફસાયેલો પગ બહાર ના આવતા યુવતી ગભરાઈ ગઈ હતી અને રોકકળ શરૂ કરી હતી. તાત્કાલિક કારીગરને બોલાવીને લોખંડ કાપવાના ગ્રાઈન્ડર મશીનની કટર વડે કાપી બહાર કાઢ્યો હતો