માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
15 જૂન આવે ત્યાંથી લોકો અને ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોતા હોય છે. ત્યારે ગઈકાલે 24 જૂનના રોજ જિલ્લાના અમુક વિસ્તારોમાં રાત્રી દરમિયાન વરસાદ થતા ખેડૂતો અને આમ જનતામાં ખુશી વ્યાપી છે.
અરવલ્લી જિલ્લામાં ગતરાત્રીના દસ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો છે. જિલ્લાના માલપુર, મેઘરજ અને ભિલોડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. માલપુર નગર સહિત મોર ડુંગરી, ભેમપુર, ગોવિંદપુર, સજ્જનપુરા કંપામાં વરસાદ વરસ્યો છે. મેઘરજ નગર સહિત ઉન્ડવા, ભેમાપુર, રોયણિયા, ખેરાઇ ઢૂંઢામાં વરસાદ પડ્યો હતો. ભિલોડાના ખલવાડ, લીલછા, નવા ભવનાથ, માંકરોડામાં પણ ઘોધમાર વરસાદ ખાબક્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતોને પણ ખેતીલાયક વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશી વ્યાપી છે. આમ વરસાદ થતાં આમ જનતામાં પણ આનંદની લાગણી છવાઈ છે.