માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
કેન્સર બીમારી છે જેના વિશે સમયસર ખબર પડી જાય તે ખૂબ જ મહત્વનું હોય છે. જો યોગ્ય સમયે કેન્સરની ખબર પડી જાય તો કેન્સરની સારવારમાં પણ મદદ મળે છે. જોકે આપણી કેટલીક આદતો આ ભયંકર બીમારી થવાનું જોખમ વધારે છે. જેમાં સૌથી મહત્વનો છે આહાર. સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલીનો આગ્રહ રાખવો જોઈએ. પરંતુ આજના સમયમાં ખાવા પીવાની બાબતોમાં લોકો બેદરકારી રાખે છે પરિણામે કેન્સર જેવી ગંભીર બીમારીઓને આમંત્રણ મળી જાય છે. આ સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે અને કેન્સર જેવી બીમારીનું જોખમ વધારે છે. આજે તમને આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવીએ જો તમે પણ આ વસ્તુઓનું સેવન કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો.
તળેલી વસ્તુઓ
કેટલાક લોકોને નિયમિત રીતે કચોરી, સમોસા, ફ્રેન્ચ ફ્રાઈસ, પકોડા, પુરી જેવી વસ્તુઓ ખાવાની ટેવ પડી ગઈ હોય છે. આવી વસ્તુઓ નિયમિત ખાવાથી વજન વધે છે ડાયાબિટીસનું જોખમ વધે છે અને સાથે જ કેન્સર જેવી બીમારી થવાનું જોખમ પણ વધી જાય છે. આ પ્રકારની વસ્તુઓ ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને ઇન્ફ્લેમેશન વધારે છે.
સુગર અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ
વધારે માત્રામાં ખાંડનો ઉપયોગ થયો હોય તેવી વસ્તુઓ અને સ્ટાર્ચ ધરાવતી વસ્તુ પણ ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવી બીમારીનું જોખમ વધારે છે. આવી વસ્તુઓનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે જોખમી છે.
આર્ટિફિશિયલ સ્વીટનર
કેન્સર રિસર્ચ એજન્સી અનુસાર અનેક વસ્તુઓમાં ઉપયોગમાં લેવામાં આવતા આર્ટિફિશિયલ સ્વીટનર સ્વાસ્થ્ય માટે જોખમી છે. આવી વસ્તુઓને ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે.
પ્રોસેસ્ડ મીટ
એવું મીટ જેને સ્મોકિંગ, ક્યુરીંગ જેવી પ્રક્રિયા કરીને પ્રિઝર્વ કરવામાં આવે છે તેને પ્રોસેસ્ડ મીટ કહેવાય છે. આવા મીટનો ઉપયોગ હોટ ડોગ, સોસેજીસ, સલામી વગેરે બનાવવામાં કરવામાં આવે છે. આ મીટ ખાવાથી પણ કેન્સર જેવી બીમારીનું રિસ્ક વધી જાય છે
ઓવરકુક ફૂડ
મીટ જેવી વસ્તુઓને જ્યારે જરૂર કરતા વધારે પકાવી દેવામાં આવે છે તો તે કાર્સિનોજન બનાવવા લાગે છે. વધારે તાપમાનમાં પકાવેલું ભોજન પણ ઓવરકૂક થઈ જાય છે. આવુ ભોજન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
દારૂ
દારૂનું સેવન લીવર ડેમેજ કરવાની સાથે કેન્સર જેવી બીમારીનું જોખમ પણ વધારે છે. દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે.