ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલમાં રાખવું હોય તો રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં ઉમેરી દો આ વસ્તુ

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

આજના સમયમાં ડાયાબિટીસના પેશન્ટ ઘરે ઘરમાં હોય છે. ફક્ત વડીલો જ નહીં પરંતુ નાની ઉંમરના બાળકોને પણ આ બીમારી થઈ જાય છે. ડાયાબિટીસ થઈ જાય તો શરીરમાં બ્લડ સુગરનું લેવલ અનિયંત્રિત રીતે વધવા લાગે છે. આ સ્થિતિ ઘાતક સાબિત થઈ શકે છે. તેથી જ ડાયાબિટીસ હોય તો બ્લડ સુગર કંટ્રોલમાં રહે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો સમયસર બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો તેનાથી શરીરના મુખ્ય અંગ ડેમેજ પણ થઈ શકે છે.

સૌથી મોટી ચિંતાની વાત એ છે કે ડાયાબિટીસની કોઈ સચોટ સારવાર નથી. એટલે કે તેને મટાડી શકાતું નથી. એકવાર ડાયાબિટીસ થઈ જાય તો દવા, સ્વસ્થ આહાર અને લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરીને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખી શકાય છે. જો તમારા ઘરમાં પણ કોઈ ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમે ઈચ્છતા હોય કે તેનું બ્લડ સુગર કંટ્રોલમાં રહે તો જ્યારે તમે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં એક વસ્તુ ઉમેરી દેવી. આ વસ્તુ ઉમેરેલી રોટલી ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહી શકે છે.

ઘઉંના લોટમાં મિક્સ કરો ચણાનો લોટ 

જો ઘરમાં ડાયાબિટીસના દર્દી છે તો ઘઉંના લોટની રોટલી બનાવો ત્યારે ઘઉંના લોટની સાથે થોડો ચણાનો લોટ મિક્સ કરી દેવો. ચણાનો લોટ જે તૈયાર મળે છે તે નહીં પરંતુ કાળા ચણાને પીસી તેનો લોટ બનાવી લેવો. આ લોટને ઘઉંના લોટના સાથે મિક્સ કરીને તેનો ઉપયોગ કરવો. આ લોટની રોટલી સ્વાદિષ્ટ બને છે અને તે બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ઘણી હદે મદદ કરે છે. નિયમિત તમે આ લોટની રોટલી ખાવ છો તો અન્ય સ્વાસ્થ્ય લાભ પણ જોવા મળે છે.

ચણાના લોટથી થતા લાભ

ચણાનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનો ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તે બ્લડ સુગરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ચણા ફાઇબરથી ભરપૂર હોય છે જે બ્લડ સુગરની સાથે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે. ચણાનો લોટ શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક રોકવામાં મદદ કરે છે. ઘઉંનો લોટ અને ચણાનો લોટ મિક્સ કરીને બનાવેલી રોટલી ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહેશે જેનાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળશે.

કેવી રીતે બનાવવી ઘઉં-ચણાની રોટલી ? 

રોટલીનો લોટ બાંધવો હોય ત્યારે ત્રણ ભાગ ઘઉંનો લોટ અને એક ભાગ ચણાનો લોટ મિક્સ કરવો. આ માપ સાથે બે લોટ મિક્સ કરવા અને પછી પાણી ઉમેરી લોટ બાંધી લેવો. આ લોટને ઢાંકીને 30 મિનિટ સુધી રેસ્ટ આપો. ત્યાર પછી તેમાંથી રોટલી બનાવો. આ રોટલી રોજ ખાઈ શકાય છે. ફક્ત ડાયાબિટીસ હોય તેમના માટે જ નહીં પરંતુ સ્વસ્થ લોકો પણ આ રોટલી ખાઈને સ્વાસ્થ્ય મેન્ટેન કરી શકે છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com