માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)
ગુરુવાર, 6 જૂનના રોજ શનિ જયંતી છે. પ્રાચીન સમયમાં વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિદેવનો જન્મ થયો હતો. આ તિથિએ શનિ પૂજા સાથે પિતૃઓ માટે વિશેષ ધૂપ-ધ્યાન કરવું જોઇએ. ઉદર મહિનાની અમાસે પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ કર્મ કરવું જોઇએ. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન-પુણ્ય કરવાની પરંપરા છે. જો તમે નદીમાં સ્નાન ન કરી શકતા હો તો ઘરમાં જ પવિત્ર નદીઓના નામનો જાપ કરીને સ્નાન કરો.
પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરોઃ-
અમાસ તિથિએ એક લોટામાં પાણી ભરો, પાણીમાં ફૂલ અને તલ મિક્સ કરો. ત્યાર બાદ આ પાણી પિતૃઓને અર્પણ કરો. પાણી અર્પણ કરવા માટે જળ હથેળીમાં લઇને અંગૂઠા તરફથી ચઢાવો. છાણા પ્રગટાવીને તેના ઉપર ગોળ-ઘી રાખીને ધૂપ અર્પણ કરો. પિતૃઓનું ધ્યાન કરો.
ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને દાન કરોઃ-
અમાસ તિથિએ જરૂરિયાતમંદ લોકોને ભોજન ખવડાવો. ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને પોતાના સાર્મથ્ય પ્રમાણે અનાજ અને વસ્ત્રનું દાન પણ કરો. ગરમીથી બચી શકાય તેવી વસ્તુઓ જેમ કે, છત્રી અને બૂટ-ચપ્પલનું દાન કરો.
ગુરુવાર અને અમાસનો યોગઃ-
ગુરુવાર અને અમાસના યોગમાં સૂર્યાસ્ત બાદ તુલસી પાસે દીવો પ્રગટાવો. દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો.