રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
આઇપીએલ 2024 (IPL 2024) માં પહેલીવાર મુંબઇ ઇન્ડીયન્સની ટીમ પોતાના ઘરેલૂ મેદાન વાનખેડે સ્ટેડિયમમાં રમવા ઉતરી. તેનો મુકાબલો 1 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સાથે થયો હતો. આ મેચમાં મુંબઇની બેટીંગ નિષ્ફળ ગઇ છે. પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, નમન ધીર અને ડેવાલ્ડ બ્રેવિસ ખાતું ખોલાવી શક્યા નહી. ઇશાન કિશન 16 રન જ બનાવી શકયા. ટીમના ફક્ત 4 બેટ્સમેન જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. આ મેચમાં એક ખાસ પળ જોવા હતી.
રોહિત શર્માને મળવા માટે તેમના એક ફેને સુરક્ષા ઘેરાને તોડી દીધો હતો. તે દોડતો સીધો હિટમેન પાસે પહોંચી ગયો. રોહિત તો પહેલાં ડરી ગયા. તે સમજી શક્યા નહી કે તેમની પાછળ કોણ આવી ગયું. તે ડરી ગયા અને પછી પાછળ હટવા લાગ્યા.
રોહિત કંઇ સમજે ત્યાં સુધી તેમનો ફેન ગળે લાગવા લાગ્યો હતો. તેમના પગે પડીને આર્શિવાદ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રોહિત પહેલાં તો ડરી ગયા હતા, પરંતુ તેમને જ્યારે લાગ્યું કે તે નુકસાન પહોંચાડવા નથી આવ્યો તો તેને ગળે મળ્યા.
રોહિત શર્માને મળ્યા બાદ તે પરત ફરવા લાગ્યો તો ઇશાન કિશન સામે આવી ગયા અને તેની સાથે હાથ મિલાવ્યો અને ગળે મળ્યા.રોહિત અને ઇશાનના આ વ્યવહારને જોઇને સ્ટેડિયમમાં બેઠેલા ફેન્સ ખુશ થઇ ગયા. તેમણે ખૂબ તાળીઓ વગાડી. આ પહેલાં આરસીબીના એક મેચમાં વિરાટ કોહલી પાસે એક ફેન આવી પહોંચ્યો હતો.