જ્યારે કોંગ્રેસની ટિકિટ પર ભાજપના આ દિગ્ગજ નેતાને હરાવીને ચૂંટણી જીત્યા હતા ગોવિંદા, લાગ્યા હતા આ આરોપ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

ફિલ્મ અભિનેતા ગોવિંદાએ ગુરુવારે પોતાની સેકન્ડ રાજકીય ઈનિંગની શરૂઆત કરી દીધી છે. ગોવિંદા એકનાથ શિંદેવાળી શિવસેનામાં સામેલ થઈ ગયા છે. હે તે મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠકથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો આમ થાય તો ગોવિંદાનો મુકાબલો ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અમોલ કીર્તિકર સાથે થશે. જો કે સીએમ શિંદેએ કહ્યું છે કે ગોવિંદા કોઈ પણ શરત વગર શિવસેનામાં જોડાયા છે. તેઓ તેમના ઉમેદવારોનો પ્રચાર કરશે.

અગાઉ લડી ચૂક્યા છે ચૂંટણી
અત્રે જણાવવાનું કે ગોવિંદાની રાજકારણમાં આમ તો એન્ટ્રી ઘણા વર્ષો પહેલા થયેલી હતી. 2004માં તેઓ રાજકારણમાં પ્રવેશ્યા હતા. ત્યારે તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. ગોવિંદાએ 20 વર્ષ પહેલા ઉત્તર મુંબઈની સીટથી ચૂંટણી જીતી હતી. ત્યારે ગોવિંદાએ ભાજપના અનેકવાર લોકસભા ચૂંટણી જીતી ચૂકેલા અને દિગ્ગજ નેતા રામ નાઈકને હરાવ્યા હતા. ત્યારબાદ જો કે ગોવિંદાએ રાજકારણ છોડી દીધુ હતું અને તેમના પર દાઉદ સાથે કનેક્શન સુદ્ધાના આરોપ લાગ્યા હતા.

રામ નાઈકે લગાવ્યા હતા આરોપ
ભાજપના કદાવર નેતા અને યુપીના ગવર્નર રહી ચૂકેલા રામ નાઈકે દાવો કર્યો હતો કે ગોવિંદાએ 2004 લોકસભા ચૂંટણીમાં મુંબઈ નોર્થથી તેમને હરાવવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને બિલ્ડર હિતેન ઠાકુરની મદદ લીધી હતી. તેમણે તેનો ઉલ્લેખ પોતાના પુસ્તક ‘ચરૈવેતિ ચરૈવેતિ’ (વધતા રહો) માં પણ કર્યો છે. તેમણે પુસ્તકમાં લખ્યું છે કે ગોવિંદાની દાઉદ અને ઠાકુર સાથે મિત્રતા હતી. નાઈકે એક ટીવી ચેનલ ઉપર પણ ગોવિંદાની ફિલ્મો ચલાવીને ચૂંટણીમાં ગોવિંદાને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ગોવિંદાએ જો કે આ આરોપો ફગાવી દીધા હતા.તેમણે  કહ્યું હતું કે આ જનતા છે જેણે તેમને જીતાડ્યા હતા. તેમના પર લાગેલા આરોપો પર ગોવિંદા કહ્યું હતું કે મને ત્યારે કોઈના પણ સમર્થનની જરૂર નહતી. આવી વાતો કરીને રામ નાઈક એવું કહેવા માંગે છે કે તે સંસદીય વિસ્તારના લોકો અંડરવર્લ્ડના હાથે વેચાઈ ગયા હતા. આવી વાતો કરીને કોઈનું અપમાન ન કરવું જોઈએ.

એક દિવસ પણ સંસદમાં જોવા ન મળ્યા
તે સમય દરમિયાન ગોવિંદા સાંસદ બન્યા બાદ સદનમાં ગેરહાજર રહેનારાઓમાં સૌથી ઉપર હતા. તેઓ એક દિવસ પણ સદનની કાર્યવાહીમાં જોડાયા નહતા. પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે એક પણ સવાલ સદનમાં ઉઠાવ્યો ન હતો. જેના પર જ્યારે પત્રકારોએ પૂછ્યું તો ગોવિંદાએ કહ્યું હતું કે ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હોવાના ઉપરાંત કેટલાક વર્ષો પહેલા રાજસ્થાનમાં તેમની પત્ની અને બે બાળકોની  ઘાતક દુર્ઘટના બાદ તેમની ગતિવિધિ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com