કમલમમાં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન છે! સાબરકાંઠા માંડ થાળે પડ્યું, તો વિજાપુરમાં વિરોધનું વંટોળ ઉઠ્યું

અરવલ્લી સમાચાર બ્યુરો

  • ભાજપમાં હાલ ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ સર્જાયો છે
  • આયાતી ઉમેદવારોને ટિકિટ આપતા અનેક બેઠકો પર વિરોધના સૂર ઉઠ્યા છે
  • ત્યાર હવે સાબરકાંઠા બાદ મહેસણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો થયો…
  • સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકર્તાઓ રોષે ભરાયા  

ભાજપને વટવૃક્ષ બનાવવા પાણીનું સિંચન કરનારા પાયાના કાર્યકર્તાઓ રહી ગયા, અને બહારના લાડવો ખાઈ ગયા તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાત ભાજપે પોતે જ રંગેચંગે કરેલા ભરતી મેળા નડી રહ્યો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ટિકિટ મળતા હવે ભાજપમાં ભડકો થયો છે. હાલ ભાજપમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ છે. સાબરકાંઠા બાદ હવે સુરેન્દ્રનગર, વિજાપુરમાં ઉમેદવાર બદલવા માટે વિરોધના સૂર ઉઠ્યા છે. તો બીજી તરફ, ભાજપમાં ભડકો થતા કોંગ્રેસ ગેલમા આવ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીની ટ્વિટ કરીને ભાજપ પર પ્રહારો કર્યા છે. પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં લખ્યુ કે, “કમલમ” માં કકળાટ, જ્યારે “કોંગ્રેસ” ટનાટન છે. 2004 નુ પુનરાવર્તન પાક્કુ.!

30 વર્ષથી કામ કરતા કાર્યકર્તાઓને ભાજપ ભૂલી ગઈ
લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓના અપાતી ટિકિટ સામે વિરોધ ઉઠ્યો છે. ૨૫-૩૦ વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ એવુ કહી રહ્યા છે કે, તમને ઉમેદવાર કોંગ્રેસમાથી જ મળ્યો. ૩૦ વર્ષથી દિવસ-રાત ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઈ. ત્યારે મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. પેટાચૂંટણીમાં આયાતી ઉમેદવાર સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા આયાતીને ટિકિટ આપતા ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com