રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન થઈ રહ્યું છે. આ સેલિબ્રેશનની ગઈ કાલે શરૂઆત થઈ જે 3 માર્ચ સુધી ચાલશે. સેલિબ્રેશનની શરૂઆત કરાવતા મુકેશ અંબાણીએ કહ્યું કે જ્યારે પણ હું અનંતને જોઉ છું ત્યારે મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે.
મુકેશ અંબાણીએ કહ્યું કે ભારતીય પરંપરામાં આપણે મહેમાનોને અતિથિ કહીને સંબોધિત કરીએ છીએ. આપણે અતિથિ દેવો ભવ: કહીએ છીએ. જેનો અર્થ છે કે અતિથિ ભગવાન જેવા છે. તમે બધાએ આ લગ્નના માહોલને મંગળમય બનાવી દીધો છે.
તેમણે કહ્યું કે આજે અનંત અને રાધિકા જીવનભરની ભાગીદારીની યાત્રા શરૂ કરી રહ્યા છે. આજે મારા પિતા ધીરુભાઈ સ્વર્ગમાંથી આપણા પણ આશીર્વાદ જાળવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આજે તેઓ ખુબ ખુશ હશે કારણ કે અમે તેમના સૌથી વ્હાલા પૌત્ર અનંતના જીવનની સૌથી ખુશનુમા પળની ઉજવણી કરી રહ્યા છીએ. મુકેશ અંબાણીએ કહ્યું કે જામનગર મારા પિતાની કર્મભૂમિ રહી છે, એક એવી જગ્યા જ્યાં અમારા મિશન, જૂનૂન અને ઉદ્દેશ્ય મળ્યા. આથી ત્રીસ વર્ષ પહેલા જામનગર બિલકુલ વેરાણ જમીન હતી પરંતુ આજે તમે અહીં જે જોઈ રહ્યા છો તે ધીરુભાઈના સપનું સાકાર થયા જેવું છે.
મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે
મુકેશ અંબાણીએ કહ્યું કે સંસ્કૃતમાં અનંતનો અર્થ છે જેનો કોઈ અંત ન હોય. મને અનંતમાં અનંત શક્તિ દેખાય છે. જ્યારે પણ હું અનંતને જોઉ છું તો મને તેનામાં મારા પિતા ધીરુભાઈ દેખાય છે. અનંતનું પણ મારા પિતા જેવું વલણ છે કે કઈ પણ અશક્ય નથી. અત્રે જણાવવાનું કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ વર્ષે જ લગ્ન છે. તે પહેલા જામનગરમાં ત્રણ દિવસનું પ્રી વેડિંગ સેલિબ્રેશન શરૂ થયું છે.