ડોલરનો શોખ મોંઘો પડ્યો : આ દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓને મળી રહ્યું છે મોત

અરવલ્લી સમાચાર બ્યુરો

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીયોને વિદેશમાં સ્થાયી થવાનો મોહ લાગ્યો છે. સારા ભવિષ્ય માટે લોકો વિદેશ જવા લાખો કરોડો રૂપિયા ખર્ચી રહ્યાં છે. પરંતુ વિદેશમાં વસીને ભારતીયો સલામત છે એવુ જરાપણ નથી. છેલ્લા કેટલાક દિવસોથી કેટલાક દેશોમાં ભારતીયોના મોતના ખબર આવી રહ્યાં છે. એક આંકડા મુજબ, વિદેશોમાં પાંચ વર્ષમાં 403 ભારતીય વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી આગળ કેનેડા દેશ છે. કેનેડામાં જનારો ભારતીય વિદ્યાર્થીઓનો વર્ગ મોટો છે. ત્યારે આજે એ જાણી લો કે કયા દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓના સૌથી મોત થઈ રહ્યાં છે. આ આંકડા પરથી આ દેશો ભારતીયો માટે અસલામત છે તેવુ કહી શકાય.

વર્ષ 2018થી અત્યાર સુધીમાં વિદેશમાં કુદરતી, આકસ્મિક કે બીમારી સહિત વિવિધ કારણોસર કુલ 403 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ખુલાસો કેન્દ્ર સરકારે લોકસભામાં કર્યો છે. જેમાં સૌથી વધુ કેનેડામાં 91 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે અન્ય દેશોમાં પણ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. જોકે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા, સુખાકારી માટે સરકાર સર્વોચ્ય પ્રાથમિકતા ધરાવે છે. સાથે જ વિદેશમાં વિદ્યાર્થીઓની કોઈપણ મુશ્કેલી હોય તો તેને સરકાર પ્રાયોરિટી બેઝિસ પર ઉકેલતી પણ હોય છે.

કયા દેશમાં કેટલાં ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા તેની વાત કરીએ તો..

  • કેનેડામાં 91 વિદ્યાર્થીઓના મોત… 
  • બ્રિટનમાં 48 વિદ્યાર્થીઓના મોત…
  • રશિયામાં 40 વિદ્યાર્થીઓના મોત…
  • અમેરિકામાં 36 વિદ્યાર્થીઓના મોત…
  • ઓસ્ટ્રેલિયામાં 35 વિદ્યાર્થીઓના મોત…
  • યુક્રેનમાં 21 વિદ્યાર્થીઓના મોત…
  • જર્મનીમાં 20 વિદ્યાર્થીઓના મોત…
  • સાયપ્રસમાં 14 વિદ્યાર્થીઓના મોત…
  • ફિલિપાઈન્સમાં 10 વિદ્યાર્થીઓના મોત…
  • ઈટલીમાં 10 વિદ્યાર્થીઓના મોત…
  • કતારમાં 9 વિદ્યાર્થીઓના મોત…
  • ચીનમાં 9 વિદ્યાર્થીઓના મોત થયા છે….

સરકારે લોકસભામાં આ માહિતી આપી છે. વર્ષ 2018 થી 2023 સુધી વિદેશોમાં કુદરતી, આકસ્મિક કે બીમારી સહિતના વિવિધ કારણોમાં કુલ 403 ભારતીયો મોતને ભેટ્યા છે. વિદેશપ્રધાન એસ.જયશંકરે લોકસભામાં વિદેશોમાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા વિશે પૂછાયેલા એક સવાલના જવાબમાં આ માહિતી આપી છે. વિદેશોમાં ભારતીય મિશન-પોસ્ટ ભારતીય વિદ્યાર્થીઓની કોઈ પણ સમસ્યાને પ્રાયોરિટી બેઝિસ પર ઉકેલતી હોય છે તેવુ પણ તેઓએ જણાવ્યું.

સારુ ભવિષ્ય અને નોકરીની શોધમાં દર વર્ષે અનેક ભારતીય વિદ્યાર્થીઓ વિદેશો તરફ નજર દોડાવે છે. પરંતું હવે આ દેશોમાં પણ ભારતીયો અસલામત બન્યા છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com