રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષ સુદ પૂનમ નિમિતે વહેલી સવાર થી ભક્તોનું ધોળાપૂર ઉમટ્યું છે વહેલી સવાર થી જ કડકડતી ઠંડી માં પણ ભગવાન શામળિયાના દર્શન માટે માનવ મહેરામણ ઉમટ્યું છે પોષી પૂનમ એટલે અંબામાતાજી નો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે ત્યારે આ પૂનમ નું અનેરું મહત્વ હોય છે .
મંદિરના પટાંગણમાં લાઈનબધ્ધ સાથે ભક્તો શામળીયાના જયકાર સાથે ઉમટી પડયા હતા જ્યાં શામળીયા ભગવાનને સુંદર વાઘા અને સુર્વણ આભૂષણો થી સુશોભિત કરાવામાં આવ્યા હતા અને આ પોષી પૂનમ આ પૂનમે શાંકભરી પૂનમ અથવા સુખડી તરીકે મનાય છે ત્યારે જિલ્લાભરમાંથી યાત્રાધામ શામળાજીમાં પોષી પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ અને ભગવાન શામળિયા દર્શન કરી ધન્યતા અનુભવી હતી .