તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )
- વાયબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશનાં ઉદ્યોગપતિઓએ લીધો ભાગ
- આર્સેલર લક્ષ્મી મિત્તલે હઝીરા ખાતે સ્થાપશે વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ
- વર્ષ 2021 માં વડાપ્રધાનનાં હસ્તે કરાયું હતું પ્લાન્ટનું ઉદ્ધાટન
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નાં ઉદ્ધાટન પ્રસંગે આર્સેલર મિત્તલનાં ચેરપર્સન લક્ષ્મી મિત્તલે ઈવેન્ટનાં સંસ્થાકીય માળખાની પ્રશંસા કરી હતી. ત્યારે મિત્તલે સમિટ માટે વડા પ્રધાન મોદીનાં વિઝનરી થીમ, વન અર્થ વન ફેમિલી અને વન ફ્યૂચરનું કહ્યું હતું.
વિશ્વની સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ હશે
તેમજ વધુમાં લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં હું આવ્યો હતો. ત્યારે ઓટોમેટિવ ઈન્ડસ્ટ્રીઝ, રેલવે, ગ્લોબલ ટેકનોલોજીને લાવી નવી ટેકનોલોજીથી કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાને 2021 માં હજીરા સાઈટનું ભૂમિપૂજન કર્યું હતું. જેનું કામ 2026 માં પૂર્ણ થઈ જશે. તેમજ 24 મિલિયન ટન હજીરા સાઈટ વિશ્વનું સૌથી મોટો સ્ટીલ ઉત્પાદન કરતો પ્રોજેક્ટ બનશે. તેમજ 2047 નાં વિઝનને પૂરૂ કરવા માટે અમે તૈયાર છીએ.
બીજા તબક્કાનાં એમઓયુ પર થયા હસ્તાક્ષર
તેમજ લક્ષ્મી મિત્તલે 2021 માં વડાપ્રધાન દ્વારા ઉદ્ધાટન કરેલ હઝીરા પ્લાન પર વિશેષ વાત કરતા કહ્યું હતું કે, તેમને તેનાં વિસ્તરણ માટેની રૂપરેખા પણ રજૂ કરી હતી. તેમજ તેમણે જાહેર કર્યું હતું કે, બીજા તબક્કાનાં એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. જે 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે.