વિકાસ ગાંડો થયો છે : રખાપુર ગામે રસ્તાની દયનીય સ્થિતિ,સ્વચ્છતાના દાવા પોકળ,તંત્ર પોહચતું જ ના હોય તેવા દ્રશ્યો

તાહિર ધનસુરીયા (અરવલ્લી સમાચાર )

  • મેઘરજ તાલુકામાં આવેલ રખાપુર ગામ ગંદકીનું સામ્રાજ્ય
  • ગામમાં પ્રવેશતા રસ્તાની દયનીય હાલ છેલ્લા કેટલાય સમય થી ગામનો રસ્તો ખંડેર હાલતમાં
  • ગામલોકોની આંદોલનની  ચીમકી 
  • નવીન રસ્તો બને અથવા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી  માંગ

કહેવાય છે કે ગામ નું પ્ર- વેશદ્વાર જ ગામની શોભા વધારે છે પણ અહીં કંઈક અલગ જ વાત છે, જેમાં વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં આવેલ રખાપુર ગામ જે મોટાભાગે એક શિક્ષિત ગામ છે અને શિક્ષકોનું ભરપૂર ગામ. પણ અહીં એક મોટી સમસ્યા છે તો એ છે ગામમાં પ્રવેશતા રસ્તાની દયનીય હાલ છેલ્લા કેટલાય સમય થી ગામનો રસ્તો ખંડેર હાલત માં છે છતાં નવીન રસ્તો બનતો નથી અને રસ્તો જોતો જ લાગે કે અહીં કોઈ તંત્ર પોહચતું જ નહિ હોય કે શું..? માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તા નું સમા-રકામ કરવામાં આવતું જ નથી ત્યારે ગામના એ નાગરિકે જણાવ્યું હતું કે ગામમાં હવે રસ્તો નહિ બને તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે અને ચૂંટણી બહિષ્કાર પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

ગામમાં પ્રવેશતા જ મસ મોટા ખાડાઓ પડી ગયા છે અને ખાડાઓમાં પાણી ભરાઈને મસમોટી ગંદકી જોવા મળી રહી છે હાલ ગામમાં રસ્તાની પરિસ્થિતિ જોતો ખ્યાલ આવે છે કે આ ગંદકી જોતા આગામી સમયમાં જો રોગચારો ફાટે તો નવાઈ નહિ ત્યારે આ બાબતે તંત્ર જાગે અને ઝડપથી નવીન રસ્તો બને અથવા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી હાલ તો માંગ સેવાઈ રહી છે

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com