75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી :ટીંટોઈ ગામે 75 માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર 75 માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈત્યારે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ધી એમ .આર. ટી .સી. એસ. ઘાંચી હાઇસ્કુલ ખાતે પણ ધ્વજવંદન કરી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા ધ્વજવંદનના મુખ્ય મહેમાન જયદતસિંહજી પુવાર ના વરદ હસ્તે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષ વિવિધ સંસ્થાના આગેવાનો મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટના હોદ્દેદારો ગામમાંથી પધારેલ વેપારી મિત્રો અગ્રણીઓ વિદ્યાર્થીઓ વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત આમંત્રિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું હાઇસ્કુલ ખાતે ગત માર્ચ 2023 માં ધોરણ 10 માં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું .

ધોરણમાં પણ પરીક્ષામાં સારું પરિણામ લાવનાર બાળકોને પણ આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરાયું હતું ત્યારબાદ બાળકો દ્વારા કલાકૃતિઓનું પ્રદર્શન અને આનંદ મેળા ના આયોજન ને ખુલ્લુ મુકાયું હતું હાઈસ્કૂલના બાળકો દ્વારા સુંદર મજાના ખાણીપીણીના સ્ટોલ ઊભા કરી આનંદ મેળા ની મોજ માણી હતી આનંદ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ટીંટોઇ ખાતે આવેલ ન્યુ નોબલ પ્રાઇમરી સ્કૂલ ખાતે પણ 75 માં પ્રજાસત્તાક પર્વની દબદબા ભેર ઉજવણી કરી ધ્વજવંદન કરાયું હતું તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા ગામના વિવિધ વિસ્તારોમાં જઈ દેશભક્તિ, જનજાગૃતિ, તથા સાંસ્કૃતિક કાર્યક્રમ જાહેર માર્ગો પર યોજાયા હતા

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com