60 આંગણવાડી કાર્યકરોની અટકાયત:ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લઘુત્તમ વેતન સહિતની માંગણીઓને લઈ મોડાસા ખાતે સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા

અરવલ્લી સમાચાર બ્યુરો

છેલ્લા કેટલાક સમયથી કોઇપણ સરકારી અર્ધ સરકારી વિભાગોના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈ ધરણા પ્રદર્શન, દેખાવો રેલી જેવા આંદોલનો કરી રહ્યા છે. ત્યારે આજે અરવલ્લીના મોડાસા ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઘણા વર્ષોથી પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન ચલાવી રહ્યું છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ચારરસ્તા પર આવેલ ટાઉનહોલ ખાતે વિશાળ સંખ્યામાં જિલ્લાની આંગણવાડી કાર્યકર બહેનો એકઠી થઈ હતી. પગાર વધારો, લઘુત્તમ વેતનથી લઈ અનેક માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને દેખાવો કર્યા હતા. સૂત્રોચ્ચાર કર્યા બાદ રેલી કાઢતા સમયે મંજૂરી ના હોવાના કારણે પોલીસે 60 કરતા વધુ કાર્યકરોની અટકાયત કરી છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com