હજુ 5 દિવસ મેઘરાજા સટાસટી બોલાવશે:6 દિવસમાં વરસાદને કારણે 49 લોકોના મોત, આજે 8 જિલ્લામાં અતિભારે વરસાદ ખાબકી શકે

માસુમ ચૌધરી (અરવલ્લી સમાચાર)

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. તો 17 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત ઉપર એકસાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકી રહ્યો છે.

તો બીજી તરફ રાહત કમિશનર આલોક પાંડેએ રાજ્યમાં 25થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા વરસાદથી થયેલી નુકસાનીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન થતા ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન 30 ટકા જેટલો વરસાદ થયો હતો. જેમાં 14 જિલ્લા પ્રભાવિત થયા હતા. હાલ રાજ્યમાં 108 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. સાવચેતીના પગલે પ્રભારી સચિવને પ્રભાવિત જિલ્લામાં મોકલ્યા હતા. તેમજ આ દરમિયાન 49 લોકોના મોત થયા છે.

NDRFની 17 તથા SDRFની 27 ટીમ કાર્યરત ‘પૂર પ્રભાવિત વિસ્તારોના 16 લાખ 95 હજાર લોકોને 8 કરોડ થી વધુ કેશડોલ ચૂકવી દેવામાં આવી છે. 5 હજાર લોકોને તાત્કાલિક કેશડોલ ચૂકવી હતી. તેમજ 11 પરિવારને 50 હજારની ઘર વખરી આપી હતી. તેમજ 22 મૃતકોના પરિજનોને 88 લાખની સહાય આપી છે. હજુ બે થી ત્રણ લોકોને મૃત્યુ સહાય આપવાની બાકી છે જે બે દિવસમાં મળશે. આ ઉપરાંત 2618 પશુના મોત માટે પણ ચૂકવણી કરી છે.મકાન સહાય, કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડા તૂટી ગયા છે. જેના માટે 367 કરોડ સહાય પેટે આપ્યા છે. NDRFની 17 તથા SDRFની 27 ટીમ કાર્યરત છે. આર્મી 9 કોલમ જે જે જિલ્લામાં તકલીફ હતી ત્યાં મોકલી હતી. એરફોર્સ અને કોસ્ટ ગાર્ડની પણ ખૂબ મદદ મળી હતી. તેમણે 42 હજાર 83 લોકોને શિફ્ટ અને 37 હજાર 50 લોકોને રેક્સ્યુ કર્યા હતા. 2223 કિલો મીટરના રોડ ડેમેજ થયા છે. જે 6 દિવસમાં રિપેર કર્યા છે. ‘

કેન્દ્રની ટીમ ગુજરાત આવી સર્વે કરશે
રાહત કમિશને વધુમાં જણાવ્યું કે, કુલ 6931 ગામો અને 17 શહેરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ હાલ તમામ જગ્યાએ વીજ પુરવઠો કાર્યરત છે. રસ્તા માટે 700 કરોડની ગ્રાન્ટ શહેરી વિભાગે જાહેર કરી છે. જે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મનપા અને નગરપાલિકા ને આપવામાં આવી છે. શેલ્ટર હોમમાં 880 લોકો શિફ્ટ થયા હતા. કેન્દ્ર સરકારની 6 સભ્યોની એક ટીમ ગુજરાત આવશે. આ ટીમમાં અલગ અલગ વિભાગના અધિકારી હશે જે આવીને સર્વે કરશે.

દ. ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહી શકે
ગુજરાતમાં હાલમાં વરસાદની ચાર સિસ્ટમની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજસ્થાનના જેસલમેર અને ઉદયપુર પરથી એક મોન્સૂન ટ્રફ બંગાળની ખાડી સુધી લંબાયો છે. તેની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદી આફત આવી શકે છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.

આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 17 જિલ્લામાં યલો એલર્ટ જારી.
આજે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 17 જિલ્લામાં યલો એલર્ટ જારી.
  • આજનું એલર્ટ

ઓરેન્જ એલર્ટ
બનાસકાંઠા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.

યલો અલર્ટ
કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ.

5 સપ્ટેમ્બરે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ જારી.
5 સપ્ટેમ્બરે બે કેન્દ્રશાસિત પ્રદેશ સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ જારી.
  • આવતીકાલનું યલો એલર્ટ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
  • 6 સપ્ટેમ્બરનું યલો એલર્ટ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી
  • 7 સપ્ટેમ્બરનું યલો એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
  • 8 સપ્ટેમ્બરનું યલો એલર્ટ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
  • 9 સપ્ટેમ્બરનું યલો એલર્ટ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.
Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com