બાયડના ચોઇલા ગામમાં બંધ મકાનમાંથી 4.95 લાખની ચોરી

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

બાયડના ચોઇલામાં ગામે વાસણી રેલ જવાના રોડ પર આવેલ મકાનમાં ચોરો 4.95 લાખની ચોરી કરતાં પોલીસની કામગીરી સામે સવાલ ખડા થયા હતા.

ચોઈલામાં વાસણી રેલ જવાના રોડ ઉપર દશરથભાઈ કોદરભાઈ પટેલ પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. ત્યારે મોડે તેઓ ઘરે પરત આવતા તેમના ઘરમાં દરવાજાનું તાળુ તૂટેલું દેખાતાં તેઓએ તુરંત જ ઘર ખોલી તપાસતાં તસ્કરોએ બેડરૂમમાં પેટી પલંગમાં મૂકેલ સોનાના દાગીના જેમાં એક સોનાનો આશરે ત્રણ તોલાનો સેટ કિં.1.50 લાખ, એક સોનાનુ મંગળસૂત્ર આશરે દોઢ તોલા કિં. 75હજાર,એક સોનાની લક્કી આશરે દોઢ તોલાની કિં. 75હજાર, એક જોડ સોનાની બુટ્ટીઓ આશરે અડધા તોલાની કિં. 25000, સોનાની વીંટી નંગ-2 આશરે પોણા તોલા કીં. 35હજાર, ચાંદીના છડા બે જોડ કિં. 1400, ચાંદીની વીંટી 2 કિં. 1હજાર તથા બેડ રૂમમાં આવેલ ફર્નિચરના ડ્રોઅરમાં મૂકેલ રોકડ 1.20 લાખ મળી કુલ 4.95 લાખના મુદ્દામાલની ચોરી થતાં બાયડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોઇલામાં પરિવાર લગ્નમાં ગયાનું અને ત્યારબાદ ચોરી થતાં હલચલ મચી છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં કોઈ જાણ ભેદુ હોવાની પ્રબળ શકયતાઓ ઉભી થઈ છે.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com