લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત માટે 2024 કુંડી યજ્ઞ:ઈડરમાં 'ફરી એકવાર મોદી સરકાર' માટે 2024 આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કરાયું

અરવલ્લી સમાચાર બ્યુરો

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સરપ્રતાપ હાઈસ્કૂલ ખાતે ફરી એકવાર મોદી સરકાર આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યો હતો. જ્યારે 2024 કુંડી યજ્ઞ કરી આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તે માટે વિશેષ પૂજા અર્ચન સહિત હોમ હવન અને યજ્ઞ યોજાયો હતો. જેમાં હજારો લોકો ભાગીદાર બન્યા હતા.

આગામી લોકસભાની ચૂંટણી જાહેર થનાર છે. ત્યારે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એક વાર 400થી વધુ બેઠકો સાથે ભારતના વડાપ્રધાન બને તે માટે ઇડર શહેરમાં સર પ્રતાપ હાઈસ્કૂલ ખાતે ફરી એકવાર મોદી સરકાર આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યો હતો. હોમ હવન અને યજ્ઞમાં મોટી સંખ્યામાં યજમાનોએ લાભ લીધો હતો. જેમાં જિલ્લાના પ્રદેશ પ્રભારી સહિત પ્રમુખ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તેમજ વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તમામ લોકોએ આ યજ્ઞમાં ભાગીદાર બની ભારતની વિશ્વ ગુરુ બનાવવા માટે ફરી એક વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી વિજય બને તેમજ 400થી વધુ બેઠકો મેળવી તે માટેનો આ પ્રયાસ કરાયો હતો. જોકે 2024 કુંડી યજ્ઞ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીત માટે કરાયો હોય તેવો આ પ્રથમ બનાવશે. જોકે સ્થાનિકોએ આ યજ્ઞ રંગીત અંગે ભાગીદાર બન્યા હતા. તેમજ પોતાની જાતને પણ ભાગ્યશાળી ગણાવ્યા હતા. જોકે વરસાદી માહોલ વચ્ચે થયેલા આ યજ્ઞમાં સમગ્ર યજ્ઞ પૂર્ણ થયું ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અડચણ ન આવતા સ્થાનિકોએ તેને ભગવાનનો આશીર્વાદ સમજી સમગ્ર યજ્ઞમાં ભાગીદાર બન્યા હતા.

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com