વિદેશી રોકાણકારોએ ભારતમાં ખર્ચ કર્યા 2 લાખ કરોડ, આ છે 30 વર્ષમાં સર્જાયેલ બીજો સૌથી મોટો રેકોર્ડ

રીટા જાડેજા ,(અરવલ્લી સમાચાર )

 વિદેશી રોકાણકારો ભારતીય બજાર પર આટલા મહેરબાન થશે એવું વિશ્વમાં કોઈએ વિચાર્યું ન હતું. છેલ્લા 5 વર્ષમાં આવું બીજી વાર આવું બન્યું. જેના કારણે ચીન પણ ચોંકી ગયું હતું. છેલ્લાં પાંચ-પાંચ વર્ષમાં કોઈપણ નાણાકીય ક્ષેત્રમાં આ બીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

વાત જાણે એમ છે કે, ડેટ અને બોન્ડ માર્કેટમાં પણ ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ બોન્ડ માર્કેટમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. ભલે છેલ્લા એક વર્ષથી વૈશ્વિક સેન્ટિમેન્ટ ખરાબ છે. પરંતુ ભારતના મજબૂત આર્થિક પાયાના કારણે વિદેશી રોકાણકારોએ નાણાકીય વર્ષ 2023-24માં ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદી કરી છે.

પાંચ વર્ષમાં બીજી વખત બન્યું આવું 
છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આ બીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ. 2 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. NSDLના ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2023-24માં વિદેશી રોકાણકારોએ શેરબજારમાં રૂ. 2,08,212 કરોડનું રોકાણ કર્યું છે. અગાઉ આ આંકડો નાણાકીય વર્ષ 2020-21માં જોવા મળ્યો હતો. તે સમયે વિદેશી રોકાણકારોએ નાણાકીય વર્ષમાં રૂ. 2,74,032 કરોડનું રોકાણ કર્યું હતું. છેલ્લા 30 વર્ષમાં વિદેશી રોકાણકારો દ્વારા આ રેકોર્ડ રોકાણ છે.

માર્ચ મહિનામાં રોકાણકારોએ રૂ. 35,098 કરોડનું રોકાણ કર્યું
જો નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનામાં રોકાણકારોએ રૂ. 35,098 કરોડનું રોકાણ કર્યું છે. વર્તમાન વર્ષમાં આ આંકડો 10,893 કરોડ રૂપિયા છે. હકીકતમાં જાન્યુઆરી મહિનામાં વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી 25,744 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. જ્યારે ફેબ્રુઆરીમાં 1539 કરોડ રૂપિયાનું નજીવા રોકાણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે વિદેશી રોકાણકારોએ ડેટ અને બોન્ડ માર્કેટમાં રૂ. 1 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ વખતે બોન્ડ માર્કેટે આ મામલે લગભગ 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. નાણાકીય વર્ષ 2017-18માં વિદેશી રોકાણકારોએ રૂ. 1,19,036 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં આ રોકાણ રૂ. 1,21,059 કરોડ જોવામાં આવ્યું હતું.

 

Facebook
Twitter
WhatsApp
Pinterest

RELATED ARTICLES

For Advertisement Contact On

arvalli.news@gmail.com